હાલમાં વધતા જતા કોરોના ના લીધે માનવી અને સૃષ્ટિને ઘણું નુકશાન પહોંચાડી રહ્યું છે. દિવસે દિવસે વધતા જતા કોરોના ના કેસ અને મૃત્યુ થયેલા શબ માટે અગ્નિદાહ આપવામાં વપરાતા લાકડાને લીધે ઘણા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે. આમ ધીરે ધીરે કોરોના એ જંગલનો પણ સફાયો કરવા માંડયો છે.
અંકલેશ્વરની પેરેડાઇઝ ઇન્ડિયા એનજીઓના ankleshwar tree watch હેઠળ કલ્પવૃક્ષ પ્રોજેક્ટ દ્વારા શહેરના વૃક્ષોને ઉગાડવા , તે પ્રત્યેની કાળજીઓ અને રેકોર્ડ્સ તેમજ સંશોધન કાર્યો પણ કરે છે.
ત્યારે દર વર્ષે 18મી એપ્રિલે વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવાય છે.આ દિવસની ઉજવણી પાછળનો હેતુ માનવ સંસ્કૃતિ સાથે સંકળાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંપત્તિનું રક્ષણ કરવાનો છે. અંકલેશ્વર થી ૩૫ કિલોમીટર દૂર આવેલા હાંસોટ તાલુકાના કતપોર ગામ પાસે ખોડીયાર માતાના મંદિર નજીક એનજીઓના અમિતભાઈ રાણા અને હાર્દિકભાઈ પટેલ સભ્યએ રૂખડો ના વૃક્ષની મુલાકાત કરી હતી. આ વૃક્ષ ઘણું અને લાંબુ આયુષ્ય ધરાવે છે. 2014 - ૧૫માં વનવિભાગ દ્રારા આ વૃક્ષ ને હેરિટેજ વૃક્ષ અથવા મહાવૃક્ષ નો દરજ્જો આપવામાં આવ્યો છે. આ વૃક્ષ દુર્લભ હોવાથી સરકારે રક્ષિત વૃક્ષ તરીકેની નામ ઘોષિત કર્યું છે રક્ષિત વૃક્ષ એટલે કે તેને કાપવામાં મનાઈ ફરમાવવામાં આવી હોય છે સરકારની પરવાનગી વગર આ વૃક્ષને કાપી શકાય નહીં. અને તે ઘણા ઓછા જોવા મળે છે તે એક હજાર વર્ષ સુધીનું આયુષ્ય ધરાવે છે
આ વૃક્ષ આશરે 500 વર્ષ પહેલા આરબો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મોટેભાગે ગુજરાતના દરિયાકિનારાના આજુબાજુના વિસ્તારોમાં આ વૃક્ષ વધુ જોવા મળે છે. ઐતિહાસિક રીતે એવું માનવામાં આવે છે કે ગોરખનાથે આ ઝાડની નીચે તપસ્યા કરી હતી તેથી તેને ગોરખઆંબલો પણ કહે છે. આ વૃક્ષના થડની અંદર ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે તેનું ફળ આછા ભૂખરા રંગના હોય છે. આ ફળ વાંદરાઓ બહુ ખાય છે, જેથી Monkeybed tree તરીકે પણ ઓળખાય છે. તે આસ્થાનું પ્રતિક છે તેને લીધે લોકો "રૂખડા બાબા" તરીકે પણ પૂજે છે તેની સંખ્યા ઉત્તર ગુજરાત કરતા દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આ વૃક્ષની બખોલમાં ચોર સંતાઈ જાય છે તેથી તેને ચોર આમલો પણ કહે છે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપેલો કે એક વૃક્ષ એક વર્ષનું હોય તો ૭૪ હજાર પાંચસો (74,500)ની કિંમત આંકી શકાય છે. આમ આ વૃક્ષ ની કિંમત કરોડોમાં આંકી શકાય છે.
રૂખડા નું વૃક્ષ આફ્રિકા નો હોવાથી તેને 'બાઓબાબ' તરીકે પણ ઓળખાય છે.
તેનો ઉપયોગ મોટેભાગે ઔષધીય વનસ્પતિ તરીકે પણ થાય છે
અંકલેશ્વરમાં કોઈપણ જગ્યાએ રૂખડા વૃક્ષ જોવા મળતું નથી. તે માટે અમારી સંસ્થા રૂખડા વૃક્ષના બીજ ને અન્ય જગ્યાએથી મંગાવીને અંકલેશ્વરમાં ઉગાડવા માટે ના અને આ વૃક્ષ દુર્લભ હોવાથી આવતી પેઢી જોઈ શકે અને તેની જાળવણી કરી શકે તે માટેના પ્રયાસો કરીશું.
- અમિત રાણા( એન્વાયરમેન્ટ) એન્જિનિયર
રૂખડા નું વૃક્ષ આપણા આખા ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં એક માત્ર ગણવામાં આવે છે. તે માટે આપણને ગૌરવ ની વાત કહેવાય. આ વૃક્ષ અલભ્ય હોવાથી તેનું જતન કરવું જરૂરી છે.
આ વૃક્ષની મુખ્ય વિશેષતા એ છે કે તેનું થડ અન્ય વૃક્ષો કરતા ખૂબ જાડું હોય છે.
રૂખડો ના ફળ
ગિરનાર દરવાજાથી વાઘેશ્વરી મંદિર તરફ જતા જમણા હાથ તરફ પર અલ્ભય રૂખડાનું વ્રુક્ષ આવેલ છે, આસ્થાના પ્રતીક સમા આ રૂખડાનું વ્રુક્ષ ખુબજ દુર્લભ છે. આ વ્રુક્ષ ના દર્શન કરવા અને માનતા પુરી કરવા ઘના લોકો આવે છે. આવ્રુક્ષ ને બોટનીકલમાં એડેડાનસોનીયા, ડીજીટા, હિન્દી માં ગોરશ્રી, અને અગ્રેજીમાં મંકીબેડ ટ્રી થી ઓળખવામાં આવે છે.
આ અલ્ભય વ્રુક્ષ ની ઉંચાઈ ૧૫ મીટર (૫૦ ફુટ) રૂખડાના છાલનો ગર તાવ, ચર્મરોગ, જુલાબની વ્યધિ માં ફાયદાકારક નીવડે છે. આ વ્રિક્ષમાં ચોમાસા માંજ પાંદડા આવે છે, અને ૫ – ૬ ફુટ વ્યાસ ના આર્કશક સફેદ રંગના ફુલો ખીલે છે, તેની ડાળીઓ મૂળ જેવી દેખાતી હોવથી બોટલ ટ્રી તરીકે પણ ઓળખાય છે તથા ગલકા જેવા ફળ આપે છે.
થડનો ઘેરવોઃ ૧૮ ફૂટ ૫ ઇંચ
બોટનીકલ વિગતોઃ
Botanical Name :- Adansonia digitata L.
Family :- Bombaceae
Gujarati Name :- રૂખડો
Hindi Name :- ગોરક્ષી
English Name :- Monkey Bred Tree
વર્ણન / ઔષધિઓ ઉપયોગોઃ
વર્ષનો વધુ ભાગ, લગભગ પર્ણો વિના રહેતું લીસી, સહેજ ચળકતી છાલ ધરવતું આ વ્રુક્ષ નું થડ ખુબજ જાડું હોય છે. અને થોડી ઉંચાઈએ જતાં અચાનક સાંકડું થઈ જાઇ છે. તેની છાલ માં એડીનસોનીન નામનું કડવું તત્વ છાલ ને ઉકાળીને ઉકાળા રૂપે મેળવાય છે. જે ખાસ કરીને એકાંતરે આવતા તાવ માં ઉપયોગી થાય છે. તેના ફળ નાં ગર નો ઉપયોગ થોડી માત્રા માં છાસ સાથે ઝાડા ની વ્યધિ માં કામ આવે છે. ઉપરાંત ફળનો ગર ચર્મ રોગ પર પણ ઉપયોગ માં લેવાય છે.





































