પ્રકૃતિ મહામૂલી સંપત્તિ છે.પ્રકૃતિનું જતન અને રક્ષણ કરવાનો સમય આવી ગયો છે.પ્રકૃતિ ને આગળ વધારવા માટે આપનો સહકાર મહત્વનો છે આપની આસપાસ કોઈ વનસ્પતિ ના બીજ હોય તો જાણ કરવી તેમજ અંકલેશ્વર બીજ બેંક માટે તેને મોકલી આપશો તો આપનો ખૂબ ખૂબ આભારી રહીશ. ઘણી જગ્યાએ બીજ રોપણી ના કામ ચાલી રહ્યા તો બીજ ની જરૂર આપ ની મદદ થી પૂરી થઈ જાય તો ખૂબ ઉપકાર રહશે તમારો. અમારી સંસ્થા બીજ નો સંગ્રહ સંશોધન અને વિસ્તરણનો કાર્ય કરે છે.
With અંકલેશ્વર બીજ બેંક
હેતુ:-
1)વિવિધ પ્રજાતિઓના છોડના બીજોને સંગ્રહ કરાશે.દુર્લભ અને સામાન્ય બંને પ્રકારના બીજ રાખવામાં આવશે.
2) સૌ પ્રથમ અમારાથી જેટલા બીજૃ હશે તેનું કલેક્શન કરી જાહેર જનતા માટે બીજો માટેના ઓળખાણની , કેવી વનસ્પતિના બીજ છે? કેવા પ્રકારના છે? તેની જાણકારી આપીશું
3) શાળાઓમાં જઈને વકઁશોપ પણ કરીશું જેથી વિદ્યાર્થીઓને તેની જાણકારી મળશે.
4)કયા પ્રકારના બીજ છે તેનું સંશોધન પણ કરીશું તેમજ બીજને વાવીને તેના રોપા તૈયાર કરી તેનો અભ્યાસ કરીશું.
ગોધરા થી બીજ પ્રાપ્ત થયા
ગોધરાથી Dr. Dhinendrasingh Thakar દ્વારા 10/04/2021 ના રોજ કાળો ધતુરો અને સફેદ કોળું ના બીજ Ankleshwar seed Bank ને આપ્યા છે. તે માટે અમારા તરફથી તેમનો આભાર.
અમારી બેંક દ્વારા ફક્ત બીજની કલેક્શન કરતા નથી પણ બીજની ચકાસણી પૂર્વક પારખીને, તેમનું નિરીક્ષણ કરીને, સંશોધન કરીને તે બીજને રોપીને છોડ તરીકે ઉગાડવામાં આવીશું.



Hi..nice
ReplyDelete